હોમ

સંધિ સમાજની વેબસાઈટમાં આપનું   સ્વાગત છે

સૌરાષ્ટ્ર-ગુજરાતની સંધિ કોમ મૂળ સિંધના સમા રાજપૂત. સંધિ લોકોએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સમા-સુમરા-જાડેજાઓ સાથે પોતાનો સંબંધ જાળવી રાખ્યો હતો. તેમના બારોટ-ચારણ પણ હિંદુ હતા. મુસ્લિમ સંસ્કૃતિ અપનાવ્યા પછી ધીમે-ધીમે તેમના જીવન અને રહેણી-કરણીમાં પડેલા હિંદુ સંસ્કૃતિના ચિહ્નો ભૂંસતા ગયા. સંધિ લોકો સદીઓ પહેલા સિંધમાંથી અત્રે આવ્યા છે અને તેઓ મુસ્લિમ ધર્મ પાળે છે. સૌરાષ્ટ્રના લગભગ બધા ભાગોમાં આ કોમની વસ્તી જોવા મળે છે. કેટલાકની જાગીરો પણ જોવા મળે છે. ઉત્તર-ગુજરાતમાં પણ સંધિઓ જોવા મળે છે. સંધિ લોકો ૧૩ થી ૧૭મી સદી સુધી સિંધમાંથી સૌરાષ્ટ્રમાં આવેલ છે, તેવું અનુમાન છે.